શરમમેં નેં શરમમેં.

નં કીંપ કેંકે ચિઈ સગ઼ોં શરમમેં નેં શરમમેં,
નં કેં વટ લિખ વિઈ સગ઼ોં શરમમેં નેં શરમમેં.

ધુનીયાં સજીકે ઠાઠસેં, વાટ વતાઈતે,
અજ઼ ડિસ નં કેંકે ડિઈ સગ઼ોં શરમમેં નેં શરમમેં.

તાલ કૅડ઼ો થ્યો ડિસૉ, ચાલ જેંતેં કિઈ અસીં,
ઊ થ્યા તૅડ઼ા નં થિઇ સગ઼ોં શરમમેં નેં શરમમેં.

થ્યા હવાલેજે હવાલે નૅતા કુસૉજા ન્યાર્યો,
ઈં ચિઈ સગ઼ોં નં સિઈ સગ઼ોં શરમમેં નેં શરમમેં.

હિકડ઼ો જ હો ત ઠીક આય, વગ઼ સજ઼ો ઠગ઼ં થિઇ વ્યો,
“જાની” નં જગ઼મેં રિઇ સગ઼ો શરમમેં નેં શરમમેં.

(નેણશી ભાનુશાલી “જાની” ઇનીજે પ્રકાશન “ભેરપો” મિંજા સાભાર.)

વાર્તામય કાવ (“મા”)

 મા તૉજી મમતા ડિઠી;

ડિઠી લાગ઼ણી..ચૉફેર.

ઈં મન મઞેતો નેં મઞાય તો…

નેં “મા” જ…જાગ઼ે ત.

ધી બર બધે,

ધી ઈતરે મા જો બ્યો અવતાર.

સજ઼ે ઘરજો બ્યો જનમ,

સજી ધરતીજો રૂપ.

સજી સૃષ્ટિજો અરક. તડેં તાં…

નૉલે કે પિંઢજા ભનાયતી.

હિકડ઼ી માની નેં ચાર ખેંધલ,

ટુકર લાય વિડ઼ી પેં તડેં ! ધી-મા ચોંધી;

“મૂંકે ભુખ નાંય” નેં ઢુક પાણી મેં ! સત સ્વાદ !

ગ઼િનધલ “ધી” વે તી..! ઈ જ “માં વે તી.

નોં – સસ, દેરાણી – જેઠાણી ! સૉ સંબંધ સાંચવેતી..

સૉનજી આય ઈતરે !….

ડૉ. મંજૂલા ભટ્ટ “યાચના”

“તકડ઼ મં કર”

ગઝલ

 

હરેં હલ તકડ઼ મં કર,

ચાલ કે ફકડ઼ મં કર.

      સુંવાલો થી સમજી વિઞ.

        વરતન કે અકડ઼ મં કર.

ગુલ મિલી વ્યો, પીજેં રસ,

મન કે નિત મકડ઼ મં કર.

        ન્યાર ધુનીયાં આય ગ઼ચ,

        ચુલ તેં ચકર મં કર.

ભાન વે ઈં હલ મિઠા,

અકલજી ઢકર મં કર.

        “યાચના” આય તૉ વટે,

        જટેં જો જકર મં કર.

ડૉ. મંજૂલા ભટ્ટ “યાચના”

ઠા મેં નતો લગ઼ેં..!

ગઝલ

તું ઢોલ થિઈ વજેંતો, ઠા મેં નતો લગ઼ેં,

નેં મિણીનું બજેં તો, ઠા મેં નતો લગ઼ેં.

        તું ગોઠ કે છિકી મેં, કરીયેં તો રવાનું,

        નેં પિંઢનું ભજેંતો, ઠા મેં નતો લગ઼ેં.

મું ચ્યો પ્રભુ કે મિઠડ઼ા, માડૂ ભેરો રિઈ,

તુરસીસેં તોરજેં તો, ઠા મેં નતો લગ઼ેં.

        હો ગોઠ તૉજો ઈ નેં, સુઞાતી હુઈ સીમ,

        વિઞાજી નેં લજેં તો, ઠા મેં નતો લગ઼ેં.

માંણે જીયણ કે મનભર, મૂં મૉત કે પુછ્યો ?,

“રશ્મિ” નું કૉ ધ્રિરજેં તો ?, ઠા મેં નતો લગ઼ેં

ડૉ. રમેશ ભટ્ટ “રશ્મિ”.

કેંણીં પોંધી…

અસાં કુરા આંકે નજર કેંણીં પોંધી,ભલી લાગણીજી કધર કેંણીં પોંધી.

કરીંધલ ફિરેંતા કરે કારાધૉરા,જમાને કે નીચી નજર કેંનીં પોંધી.

જ ડે સાથ કિસ્મત જિરા અજ઼ અસાંકે, ઉમેધેંજી આલમ કે સર કેંણીં પોંધી.

વખત કે વિઞાયૉ નં હાંણેં હથાનૂં, ખુસામત સજી રાતભર કેંણીં પોંધી.

રૂંગેં જે ધરીએ મેં અખીયૂં બુડેંત્યૂં, તડેં આસુંએં કે સભર કેંણીં પોંધી.

ડિસાજેતી અખીએંમેં તસવીર “હિંમત” ધૂઇ ધૂઇ નેં ઇનકે તર કેંણીં પોંધી.

હિંમત પનિયા

(“ધિલ જી ગ઼ાઈયૂં’’ રજત જયંતિ અંક મિંજા-વરે-૨૦૦૫-સપ્ટેબર)

“જંઢો”

[ગીત]
જંઢો જાનસેં પ્યારો અસાંકે જંઢો જાનસેં પ્યારો. (ટેક)
વલો ઘર વતન અસાંકે, વલો દેશ ધૂલારો,
તેં કનાં પ વિશેષ વલો, કિઈ ઘણૂં સલારો….અસાંકે..

જગમગ અંધર જ્યોત જાધજી, કરેતી અફૅકો ઊજારો,
સા-ઉસાસેંમેં ફિરકે વિઠો, હરધમ હીંયેં ભટારો…અસાંકે.

શાંતિ ભક્તિનેં શૌર્યજો સાથી, હિકડ઼ાઈજો સધીયારો,
વસ્તીજી હિન વાડ઼ાબંધીમેં, કેંનૂં નાંય નિડારો…અસાંકે..

મહાસાગર જ્યૂં લૅરીયૂં મૂંકે, વતનલા કરીએં ઍશારો,
વે મં નેં તૂં વેસા મં ખણ મૂંલા. પતી વિઞ તૂં પરબારો…અસાંકે…

ઘૂઘાટ કરેતો ઘટમેં અસાંજે, વલપજો વરસારો,
કુલભાન અસાંજી જાન “સ્વપ્ન”હી, જનમોજનમ જનમારો..

અસાંકે જંઢો જાનસેં પ્યારો..

લાલજી મેવાડા “સ્વપ્ન”

કચ્છ નેં કચ્છીભાષાજા મહત્વજા મુધા

पांजी मातृभूमी कच्छ, मातृभासा कच्छी ने पांजी संस्कृति ही पांला करे अमुल्य अईं. अज कच्छ में ऊद्योगिक ने खेतीवाडी में विकास थई रयो आय. बारनूं अलग अलग भासा बोलधल माडु प कच्छमे अची ने रेला लगा अईं. हॅडे वखत मे पां पांजी भासा ने संस्कृति के संभार्यूं ही वधारे जरूरी थई व्यो आय. अमुक महत्व जा कार्य जे अज सुधी पूरा थई व्या हुणा खप्या वा ने जे अना बाकी अईं हेनमेजा जे मिणीयां वधारे महत्वजा अईं से नीचे लखांतो.

१. चोवी कलाक जो कच्छी टी.वी.चेनल : अज जे आधुनिक काल में जमाने भेरो हले जी जरूर आय. अज मडे टी.वी. ने ईंटरनेट सुधी पोजी व्यो आय. हॅडे मे पांजा कच्छी माडु कच्छी भासा मे संस्कृति दर्सन, भजन, मनोरंजन, हेल्थ जी जानकारी ने ब्यो घणें मडे नेरेला मगेंता ही सॉ टका सची गाल आय. हेनजे अभाव में पांजा छोकरा ने युवक पिंढजी ऑलखाण के पूरी रीते समजी सकें नता. खास करेने जे कच्छ जे बार रेंता हु कच्छी भासा ने संस्कृति थी अजाण थींधा वनेंता.
कच्छी टी.वी.चेनल ते चॉवी कलाक कच्छी भासा में अलग अलग जात जा प्रोग्राम जॅडीते न्यूज, सीरीयल, हास्य कलाकार, खेतीवाडी जा सवाल जवाब, भजन, योगा,….नॅरेला मलें त कच्छी माडु धोनीया में केडा प हुअें कच्छ हनींजे धिल जे नजीक रॅ ने कच्छ प्रत्ये ने कच्छी भासा प्रत्ये गर्व वधॅ. भेगो भेगो पिंढजी ऑलखाण मजबुत थियॅ. ही कार्य मिणींया महत्वजो आय.
२. स्कूल में १ थी १० सुधी कच्छी भासा जो अभ्यास : अज कच्छ जे स्कूल में बो भासाएँ में सखायमें अचॅतो गुजराती ने ईंग्लीस. कच्छी भासा जे पांजी मातृभाषा आय ने घणे विकसित आय ही एकडी प स्कूल नाय जेडा १ थी १० धोरण सुधी सखायमें अचींधी हुए. कच्छी भासा जे उपयोग के वधारे में अचॅ त ही कच्छीयें ला करे सारी गाल आय ने स्कूल में सखायमें अचे त हनथी सारो कोरो. भोज, गांधीघाम जॅडे सहेरें में जेडा बई कम्युनीटी ( गुजराती,सींधी,हींदीभाषी,….) जा माडु प रेंता होडा ओप्सनल कोर्स तरीके रखेमें अची सगॅतो. १ थी १० क्लास सुधी अभ्यासक्रम पांजा कवि, साहित्यकार ने शिक्षक मलीने लखें त हेनके स्कूल में सखायला कच्छी प्रजा मजबूत मांग करे सगॅती. जॅडीते गुजरात, महाराष्ट्र,…. मे मातृभासा जो अभयासक्रम त हुऍतोज.
३ . चेक डॅम, वडा तरां, डीसेलीनेसन प्लांट : कच्छ में घणे सदीयेंथी पाणी जी अछत रोंधी रई आय. छेले ५ थी ६ वरे में वधारेतर सारो वरसाद प्यो आय. ऊद्योगिक विकास प धणे थई र्यो आय. हॅडे में पाणी जो वपरास घणे वध्यो आय नें पाणी जी खपत के पूरो करेला डीसेलीनेशन प्लांट ही धोनीयाभर में उपयोग थीयेंता. धरीया जे पाणी के पीधे लायक पाणी में परिवर्तन करे में अचे त ही ईंडस्ट्री ला करे वपराजे. वरसाद जे पाणी जो ऊपयोग रेसीडेंसीयल एरीया में ज वपराजे. नर्मदा जो पाणी भले थोडो मलधो प हेनमथे निर्भर रोणुं ही कीं सारी गाल न चोवाजे. वडा तरा प भन्या खपें जनमे वरसाद जे पाणी जो संग्रह थियॅ. कच्छ पंढ में आत्मनिर्भर रॅ त अनथी वधारे ब्यो कोरो खपे .
४. वधारे ऐंजीनीयरींग, मेडीकल, वोकेसनल ने ऐग्रीकल्चर कोलेज : कच्छी नवयुवकें के मिणीं क्षेत्रें में सारी संस्थाऐं मे भणेंला मलॅ त कच्छ सारी रीते अना विकसीत थीये. अज कच्छ मे घणें कंपनीयूं कच्छ जे बारनूं सीए, ईनजीनियर, अॅम बी ए,… कम ला बोलायेंती. कच्छमे सरकारके प माडु बारजा रखणा पेंता. पांजा कच्छी युवक वधारे भणी सगें त ही मडे सारे पगार वारीयूं नोकरीयूं पांजे छोकरें के ज मलें. ऐग्रीकल्चर कोलेजे मे भणीं करे पांजा खेडूत वधारे सारी खेती करे सगें.
५. कच्छी भासा के कच्छ मे सरकारी भासा तरीके स्थान : . कच्छ मे अज गुजराती सरकारी भासा तरीके वापरे मे अचॅती . कच्छी भासा मे प सरकारी कामकाज थई सके ही जरूरी आय. कच्छी भासा मे रामायण थी करेने मोबाईल रेडीयेशन जॅडे विसय मथे लेख लखेमे आया अईं त सरकारी कागरीया प भनी सगेंता.
ही पंज कार्य पूरा करेमे जे प अर्चणूं अचिनीयुं हनजो सामनो करेने पांके अगिया वध्यो खपधो. पां मिणीं कच्छीयें के जाती, धर्म के वधारे ध्यान डने वगर ही महत्वजा कार्य पूरा करेमे पुरो योगदान डीणुं खपॅ. तदेज पांजी मातृभूमी कच्छ प्रत्ये पां पांजो फर्ज नभायो ही संतोस पां माणें सगबो.
जय माताजी!
जय कच्छ!
जय – कच्छी माडु टीम…

સસતાંણ !

મોંઘવારી….મોંઘવારી…મોંઘવારી….વાટ હલંધે સુઞાણ વારે માડૂ વટ લિખવિગર જિંજકી રૉ ત ઉકેડ઼ે વારીજીં મિંજાઈં મિંજ ધુખંધલ મોંગવારીજી બાફ માડૂજે ધિલ મિંજા બારા નિકરે નં રૅ.

મેડ઼ાવો, મૅ’ફલ ક રસ રૅયાંણ ઍડ઼ી જમઈ વે ક માડૂ ખ્લ જ્યૂં ટોંકૂં ડિઈ સાઈ ખણી વિઞે ! પ વૅવારજા બ છેડ઼ા ભેરા કરેજી ગ઼ાલ નિકરે તૅર માડૂજે ધિલ મિંજા નીસાકેંજા વાંઢીયા ઉપડ઼ેં, નેં મોં ઉજલ ડીયે જૅડ઼ો થિઇ રૅ.
રાત ડીં મૅ’નત મજૂરી કરે પરિવારજે પેટજી ખડ પૂરેજો વિધાતા માડૂજે કિપારતેં લિખેં આયં. પ ! મોંઘવારી તેંમેં પ આડ ફિરેતી.
હમૂભાબાપૂ ધોતીયેજી વારલ કાંભકે કસીંધે હી ફિલસૂફીવારી ગ઼ાલ ક્યોં.
આઉં, હમૂભાબાપૂ, વેલજી મિસ્ત્રી, કારોસૂઈ નેં દેવો વારોંધ હમેશ જે નીમ પિરમાણેં પછાડ઼્જો ખરવાડ઼્મેં છતેડ઼ીજે ઓટેતેં રૅયાંણ ક્યા વિઠા વાસીં, તૅર હી ગ઼ાલ ચુરઈ.
રાજાશાહીનું કરે અજ઼જે રાજકારણ તૈં જી ગ઼ાલીયેંમેં અસાં મિંજા કો મુડ઼ી માગ઼ ડે તી નં હો. પ મોંઘવારીજી ગ઼ાલ ઉપડ઼ી તૅર મણીંજા મોં કો અજીજજી ગુડાવારમેં વિઠા હોં ઍડ઼ા થિઇ ર્યા. હમુભાબાપુ પાગ઼ ઉતારે સિરજે પગ઼ેં વટ રખ્યોં, નેં વછાડ઼ી ખનારીંધા ઇનજો કીંક ઉપાય ગોતીંધા વેં ઍડ઼ે વીચારેંમેં છણી પ્યા, આઊં ગ઼િથર હેઠ કરે આંગરીજે નોં સેં છીપર ખોંતરણ લગ઼ોસેં, વેલજી મિસ્ત્રી સોપારીકે સૂડ઼ી વિચ ધબાય જૉરસેં ધાબ ડિનોં. કારો સૂઈ અસોસાર ઉજી વેંધલ બીડ઼ી કે મોં ફિટાઈંધો ઘા કેં, નેં બિઇ ધુખાઈંધો ચૂસ મથાચૂસ મારણ લગ઼ો, ડેવો વારોંધ સૂઈ બીડ઼ી સામીં નં કેં તેંમેં રતોપીડ઼ો થીંધો ભાની મિંજા અધલખી કઢી સજાણ લગ઼ો.
ઍ…રામરામ..મેડ઼ાવે કે..! ચોંધડ઼ેકનેં સામજી મા’રાજ બેંણીકે સંભારેનેં રખંધા ડિસી હમુભાબાપુજે મૂરોમૂર અચી વિઠા. તૅર અસાં મિણીંજી મોંઘવારીજી ગ઼ાલમેં ખલેલ પિઇ.
મા’રાજ પગ઼ેં લગ઼ો…અચૉ..અચૉ..! હમુભાબાપુ સામજી મા’રાજ કે આવકારીંધા ચ્યોં.
આસરવાધ….આસરવાધ..!! મા’રાજ ધોતીયો સંકેલીંધે વિઠા.
મા’રાજ બેંણી કે ભારી ઠાયનેં રખૉતા,..! સે ભારી લગ઼ેતી !..
નં…નં ભારીબારીતાં ખાસ નાંયં…આઈ અધ પા ઘે ગ઼િડ઼ો આય. !
મિસ્ત્રી ચ્યોં ; કુરો જમાનૂં આયો આય ! ડિસૉતા ખરા ! મા’રાજેં કે પ ઘે વિકાંધો ગ઼િનણૂં પૅતો. ! સે કુરો ? મા’રાજ જિજમાન તુસમાન નૈં કુરો ?.
કારો સૂઈ ઠાવકાઈ સેં પુ્છી ગ઼િડ઼ેં !
‘અડ઼ે ! ભા’ જિજમાન વિચાડ઼ા અજ઼્જી તીરીખમેં ડાલડા ઘે પ અખીયેં નતા ડિસેં તિત ડેસી ઘે નેં વરી સીધેમેં મા’રાજ કે !.
ત..! તાં..ભા’ મોંઘવારી મેથે મૂરખાઈ સવાર થિઇ લેખાજે !
મૂં ગજે સંપત ગ઼ાલ કે રઙ ડિનૂં.
‘ઈનમેં જિજમાનેં જો વંગ નાંય ! મિઠા..!
મા’રાજ ચ્યોં !
‘હરકો ચેતન જીવમેં જીં પ્રભુજો વાસ આય તીં ! અજ઼્જે હિન કલજુગમેં માભાડૂએંજે ધિલમેં કંજૂસાઈજો નેં હરકો જડ઼ ચીજમેં મોંઘવારીજો વાસ આય, ઈતરે જિજમાન વિચાડ઼ા ઈં મઞીધા થિઇ વ્યા ઐં ક ! ભગવાન તાં ભગવાન પ ગુર પણ ભાવનાજા ભુખ્યા ઐં, નેં ઇતરેતાં પાવલીમેં ચાંધીજી મૂરતી ડિનીં ઍડ઼ો સંકલ્પ વારાઈયેંતા, અસીંતાં જુનેં સબંધ કે નિભાઈંધે ઈ ગ઼િન્યા ગ઼િનોં, ! નિકાં ! બારા ભીખારીનેં પિનેવારા પ પાવલી ડીંયૂં ત પાછી મુનતેં મારીયેંતા, ઍડ઼ી મોંઘવારી મિણીકે આપડ઼ઈ આય;
મા’રાજ પિંઢજે ધિલજી ઑફાણ ધરમજો ધાખલો ડિઇ બાર કઢ્યોં.
ગ઼ાલ વરી પ મોંઘારતતેં અચી પુગ઼ી હુઈ !
ઈતરે શાહબુદીન રાઠૉડ઼્જે કિસ્સે કે જાધ કંધો ડેવો વારોંધ કરકસીયો ઇલાજ ચિંધે. !
ન્યાર્યૉ મા’રાજ ! મઞણૂં નં મઞણૂં આંજી મરજી પણ ! મૂંજી સલા મઞીધા હૉ ત ! હી વિકાંધો ગ઼િનલ ઘે ઐં વાટકી જે તરીયેતેં લિખ મખે માની તેં ઘસીજા ત ! કીંક જલીંધો; નિકાં આંજે કરસી કુટંમકે બ ડીં પ નૈં જંતરે !.
ડેવે વારોંધ ભાની મિંજા ડાઢી પુસાયલા રખલ પાણીજી વાટકી મા’રાજ કે વતાયં.
પ…કારે સુઇ વટા રૉવાણૂં નં. હાં…હાં..ડેવે વારી વાટકી કે છડ્યૉ નેં હી મૂં વારી ડબલી ગ઼િનૉ, ઇનમેં ઘે ભરે માની તેં છંઢફુરી કંધા ત મેંણૂં ખન તાં સૅજેં સૅજેં નિકરી વેંધો. ઈં ચોંધો કારો સૂઇ સંચેમેં તેલ પૂરેજી ડબલી મા’રાજ કુરા રુડ઼ાયં…!
તૅર મિણીંજી ખિલ વિછટી વિઇ.
મોંઘારથજો સોયરો અખમેં આઞે મિડ઼ૅ સામજી મા’રાજ કે અધ પા ઘે વાવરેલા લખ લખ જ્યૂં વણ મઙયૂં સલાઉં ડિનોં પે.
ત..! આંઉં પ કુલા પુઠીયા રાં…?
સુણોં ભૂદેવ…! હી વારોંધ નેં સૂઇ જો મઞીધા ત ! સતેં પેઢીએં તૈં ગંજી ભેરા પ નૈં થીયૉ…! મૂંજી ગ઼ાલ મઞયૉ નેં હી બૉલપૅનજી નલી [રીફીલ] મેં ઘે ભરેનેં માનીતેં લીકા કરે બિઇ માની તેંતે ઘસીંધા ત ! કુર સુયાં…! આઇં કંધા ત ચિઇં-છેં મેણેં બીં વગ઼ેં ભેરા જરૂર થીંધા..!
મૂં ગ઼ાલ પૂરી કિઇ નેં મિડ઼ૅ ગજણ જે ધડ઼ાકે વારેજીં ખિઈ પ્યા.
અસાં મિણીજી હાલત હૂંતાં સામજી મા’રાજ જૅડ઼ી જ હુઈ. પ અજ઼ મા’રાજ લાગ઼મેં અચી વ્યાવા, ઇતરે અસીં મિડ઼ૅ પેટ બરંધે ઠિસરો ક્યા વિઠા વાસીં, નેપેતાં મિણીજો ઍસારો મોંઘારથ કુરા જ હો.
હૂંતાં અસીં મિડ઼ૅ હિન ટાંણે ઉથી વિઞો પણ રૅયાંણમેં અડ઼ી જમાવટ થિઇ ક અસાં મિંજા કો પ ઉથે જો
નાં નતે ગ઼િડ઼ેં. ડીં પ તપી તપી નેં ખાસો ઠર્યો હો.
ખરવાડ઼્મેં રાંધ કંધા કંધા છોરા પિંઢમેં બજી પ્યા. ઉનીજી ગારગંઢ અસાંજે ઠીસરેતેં કર ખફણ ઉઢાડ઼ે છડેં. નેં..ઇં અસાંજી ર્યાંણ મેં સધરી જૅડ઼ી સાંતી પખડ઼જી રિઇ.
છોરા તાં અસાંજી હાજરીનૂં ભૅતમા થિઇ ગારગંઢ મિંજા હથોબધ બધીતેં અચી વ્યા, હિકડ઼ે ધિર ખયં ત બે નિડ઼ગૉટો જલે ઉનકે બૂસાટે ગ઼િડ઼ેં. હિકડ઼ે ઉનજા જીંથરા જલેં ત ! બ્યો ચક વિજી મથે ચડ઼ી વિઇ ર્યો. નેં ઢૂંભેં જો તાસીરો કરે છડેં.
તૅર અસાંકે પ ઈં થ્યો ક…! હાંણેં હિનીકે છુટાંણ વ્યો ખપે, મૂંજી મીટ કુધરતેં ડેવે કુરા વિઇ, ડેવો અધલખી તેં સજ઼ાઇયો ઘસીંધો અધવિચ છડે નેં છિકીં સઉં ભગ઼ો, મથે ચડ઼ીનેં મારીંધલ જો કૉલર જલે ખેંચેનેં ઉભો કેં, ત…ત…ડેવે કે સાંમે ઉન હથ ઉગામે ગ઼િડ઼ેં, તૅર નીચે વારે કે બર ચડ઼ી આયો, ઉન ઉથીંધે
ઉથીંધે ચેં; અજ઼્તાં આઉં તૉસેં નં પુગ઼ોસેં પ કડેંક તૉકે પતાયલા પનરૉ રૂપીયા ઘણેં થિઇ પોંધા..!
પનરૉ રૂપીયા !..? ડેવેનૂં કુછાઇ વ્યો.
હા…હા…પનરૉ રૂપીયા.” ડૉ રૂપીયેંજો બૉમ નેં પંજ રૂપીયા ઇનતેં ફિગ઼ાય વારેકે ડીંધોસેં..! હિસાભ પૂરો..’
ઑચંધો કો ભંધૂકજો ધડ઼ાકો થીએનેં વણતેં વિઠલ વૈએંજા હીંયાં જીં ફફડ઼ી વિઞે તીં અસાંજા હીંયાં ફફડ઼ી વ્યા.
હિન મોંઘવારીજી ત્રાંણમેં સસતાણ હિન રૂપમેં જનમંધી ત ..???
કિઇક સવાલેંજા હૂંક મૂંજી છાતીમેં ખુચી ર્યા.
અસીં હિકડ઼ે બે સામઊં ન્યારીંધા જ ર્યાસીં…! પ કો પ કીં કુછી ન સગ઼્યો
હમુભાબાપુ પાગ઼ ખણીં મથેમેં વિધોં નેં અસીં કો અજીજ જો ખિરખિરો કરે ઉથ્યા હોં ઍડ઼ે મોં હિક હિકડ઼ો કરે ઉઆંનૂં સિરી વ્યાસીં.

લાલજી મેવાડા “સ્વપ્ન”

પંજ શેર…

 

જિરા જિરા સે જિરા ‘જયુ ‘જિરા જિરા સે ગુંધ 

હિકડે પાસે સત સમુન્ધર હિકડે પાસે બુંધ 

 

 

લખ અવકા લેખે કઢો ,પ લિછમી લખ ગુણ ખાણ 

ઇન ધારા વ્યા ખપી ચરે  મેં, સજણ કૈઇ  સુજાણ 

                      

 

કેયો બકરીએ બેં ,નેં સોન પિતર થ્યો તય .!

ગુલાભ કે ગણેયો ન કેં, ઝવાસીયે જી જય 

                      

 

હંસ મિડે વ્યા હારચી,ઠગ બગલે જી જીત .!

ભોરે મેં ભારી હલઈ જ રિઢે વારી રીત .!

                      

 

જિડા તવારી ઊ ,ઉડા વરેતા ટોરા .!

જેડીયું હલે સૂઈયૂ,તેડો સિભીયે ડોરા .!

               ****

                                           ”જયુ”   

  

કરે ગિડા

અસાંજી જિન્ધ્ગી જી વાટ તે, કંઢા કરે ગિડા .!
અસી પેણી કરે ને, બોય પગ મંઢા કરે ગિડા.!
 
વેધો ફુલહાર નિડી મેં,અસી ભેખ્યાલ ખિલ્યાસી 
હથે કય જોતરે જી જોડ જા, ફંધા કરે ગિડા .!
 
હથે જી છૂટ પણ બોરી,વરી તી ઠાઠ મેં રેતી .!
સંધાણું ત્રોટવાડો ન, ગણે ધંધા કરે ગિડા .
 
અંધારે મેં ઓચધો,  ભિત મેં જ ભૂસકી રયાસી .!
કઠણ કિપાર તે ભારી, અસી ગંઢાં કરે ગિડા .
 
અસી ત સસ સોરે કે, ખિલી ચેયા બાઈ ને અધા .!
સગે માં બાપ જે સુખ મેં, રુગા સંધા કરે ગિડા .
 
                       ***                      – જયેશ ભાનુશાલી “જયુ ”